શેરડીમાં Plantation પછી ઉગાવો એકસરખો ન આવે તો આખા ખેતરનો crop stand બગડે છે. ગેપ પડે ત્યારે ફરીથી વાવેતર કરવું પડે છે, અને ખર્ચ તથા સમય બંને વધે છે.
Germination ગેપ પડવાના સામાન્ય કારણો
- સેટ્સની ગુણવત્તા: જૂના, સુકાયેલા કે રોગવાળા સેટ્સમાંથી આંખો સારી રીતે ફૂટતી નથી.
- ભેજ: વાવેતર વખતે જમીનમાં ભેજ બહુ ઓછો કે બહુ વધારે હોય તો ઉગાવા પર અસર થઈ શકે છે.
- ઊંડાઈ અને માટીનું દબાણ: સેટ્સ ખૂબ ઊંડા કે ખૂબ ઉપર રહી જાય તો ઉગાવો અસમાન થાય.
- જમીનની સ્થિતિ: કઠણ પડ, ખારાશ કે નિતાર ઓછો હોય તો root zone પર અસર પડી શકે.
- જમીનજન્ય રોગ-જીવાત: સેટ્સ અને મૂળ વિસ્તારમાં નુકસાનની શક્યતા રહે છે.
Plantation વખતે checklist
- સ્વસ્થ અને તાજા સેટ્સ પસંદ કરો.
- વાવેતર વખતે જમીનમાં ભેજ યોગ્ય રાખો.
- સેટ્સ એકસરખી ઊંડાઈએ મૂકો અને માટી યોગ્ય રીતે ઢાંકો.
- Root zone માટે Plantation વખતે જ Granules આપો.
- પ્રથમ પિયત અને ઘાસ મારવાની દવાની તારીખ નોંધી રાખો.
Immunity Program માં Plantation સ્ટેપ
Immunity Granules: 8–12 KG / વીઘા(અથવા 20–30 KG / એકર) Plantation વખતે.
Sugarcane Special Drenching: 0.5–0.7 Litres / વીઘાપ્રથમ પિયત પછી / ઘાસ મારવાની દવા પાયાના 3-4 દિવસ પછી ડ્રિન્ચિંગ માટે.
રસાયણિક ખાતરો, fungicide અને pesticide સાથે આ programમાં ઉપયોગ કરી શકાય છે. ચોક્કસ combination વિશે શંકા હોય તો પહેલા Call કરીને પૂછી લો.
*આ માહિતી સામાન્ય માર્ગદર્શન અને current program guidance છે. પરિણામો જમીન, variety, પાણી, હવામાન અને management પ્રમાણે બદલાઈ શકે છે; કોઈ પણ પરિણામ guaranteed નથી. ખેતરની સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ માટે Call કરો.
તમારી શેરડી માટે સીધી સલાહ જોઈએ છે?
તમારી હાલની crop stage (Plantation, પ્રથમ પિયત, Herbicide, 2–4 leaves) જણાવો અને program વિશે જાણો.